રાજસ્થાન સરકાર દ્વારા બાળકોને ઓનલાઇન ગેમના વ્યસની બનતા રોકવા માટે એડવાઇઝરી પ્રસિદ્ધ કરવામાં આવી.

  • રાજસ્થાન રાજ્ય સરકારના કાઉન્સિલ ઓફ સ્કૂલ એજ્યુકેશન દ્વારા માતાપિતા અને શિક્ષકો માટે આ પ્રકારની એડવાઇઝરી / માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી છે જેમાં બાળકોને ઓનલાઇન વીડીયો ગેમના વ્યસની બનતા અટકાવવા માટેના કેટલાક મુદ્દાઓ સૂચવાયા છે. 
  • આ માર્ગદર્શિકામાં અમુક ટેક્નિકલ મુદ્દાઓ તેમજ અમુક પ્રકારની દેખરેખ રાખવા સહિતની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 
  • આ સિવાય આ માર્ગદર્શિકામાં ઘરમાં 'ઇન્ટરનેટ ગેટ-વે' બનાવવાનું સૂચન અપાયું છે જેથી બાળકની ઓનલાઇન ગતિવિધિઓ પર નજર રાખી શકાય. 
  • થોડા દિવસ પહેલા જ મધ્ય પ્રદેશના ફક્ત 13 વર્ષના બાળકે ઓનલાઇન ગેમમાં રુ. 40,000 હારી જવાથી આત્મહત્યા કરી લીધી હતી તે પ્રકારના અનેક કિસ્સાઓ બનતા હોવાથી દરેક રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારની માર્ગદર્શિકા બનાવવામાં આવે તે બાળકોના ભવિષ્ય માટે ઇચ્છનીય છે.
Online Gaming

Post a Comment

Previous Post Next Post