- જુના નિયમો મુજબ 12 અઠવાડિયા (ત્રણ મહિના) સુધી ગર્ભપાત માટે ડોક્ટરની સલાહ તથા 12 થી 20 અઠવાડિયા માટે 2 ડોકટરની સલાહની આવશ્યકતા હતી.
- નવા નિયમો મુજબ કેટલીક વિશેષ શ્રેણીમાં આવતી મહિલાઓમાં યૌન ઉત્પીડન કે બળાત્કાર, કૌટુંબિક વ્યભિચારનો શિકાર, નાબાલિક માતા, માનસિક અસ્વસ્થ માતા, એવી મહિલાઓ કે જેઓની વૈવાહિક સ્થિતિ ગર્ભાવસ્થા દરમ્યાન બદલાઈ ગઈ હોય જેમકે વિધવા કે તલાક થયો હોય તથા દિવ્યાંગ મહિલાઓનો સમાવેશ થાય છે
- વિશેષ શ્રેણીની મહિલાઓ માટે ગર્ભપાતનો સમયગાળો 20 અઠવાડિયા થી વધારીને 24 (છ મહિના) કરવામાં આવ્યો.