સરકાર દ્વારા જાહેર ક્ષેત્રના પાવર ફાઇનાન્સ કોર્પોરેશન (PFC)ને મહારત્નનો દરજ્જો આપવામાં આવ્યો.

  • PFC ની રચના 1986 માં થઈ હતી.  તે પાવર સેક્ટર માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સિંગનો સૌથી મોટી કંપની છે.
  • મહારત્નનો દરજ્જો પ્રાપ્ત થવાથી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના નાણાકીય નિર્ણયોનો વ્યાપ વિસ્તૃત થશે.
  • મહારત્ન કંપનીનું બોર્ડ ઓફ ડિરેક્ટર્સ નાણાકીય સંયુક્ત સાહસો અને સંપૂર્ણ પેટાકંપનીઓમાં ઇક્વિટી રોકાણ અંગે નિર્ણય કરી શકે છે.
  • તે દેશમાં અને વિદેશમાં મર્જર અને એક્વિઝિશન અંગે પણ નિર્ણય લઈ શકે છે.  જો કે, આ માટેની મર્યાદા સંબંધિત કંપનીની નેટવર્થના 15 ટકા સુધી મર્યાદિત છે.  આ એક પ્રોજેક્ટમાં મહત્તમ 5,000 કરોડ રૂપિયા સુધીની મર્યાદા હોય છે.
  • ઉપરાંત, ડિરેક્ટર્સ બોર્ડ માનવ સંસાધન વ્યવસ્થાપન અને તાલીમ સંબંધિત યોજનાઓ અમલમાં મૂકી શકે છે.  
  • તેઓ તકનીકી સ્તરે સંયુક્ત સાહસો અથવા વ્યૂહાત્મક જોડાણોમાં જોડાઈ શકે છે.
pfc

Post a Comment

Previous Post Next Post