ફોર્બ્સ દ્વારા 2021 માટે પ્રકાશિત વિશ્વના 100 શ્રેષ્ઠ નોકરીદાતાઓ (એમપ્લોયર્સ)ની યાદીમાં 4 ભારતીય કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો

  • જેમાં ટોચના સ્થાને હેવીવેઇટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ત્યારબાદ અનુક્રમે ICICI બેંક, HDFC બેંક અને આઇટી કંપની HCL ટેકનોલોજીનો સમાવેશ થાય છે.
  • 100ની યાદીમાં હેવીવેઇટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 52, ICICI બેંક 65, HDFC બેંક 77 અને આઇટી કંપની HCL ટેકનોલોજી 90માં ક્રમે છે.
  • ફોર્બ્સ દ્વારા વિશ્વની કુલ 750 કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
  • આ સિવાયની ભારતની જાહેરક્ષેત્રની અગ્રણી બેંક SBI 119, L & T 127, LIC 504, ઇન્ફોસિસ 588 અને તાતા જૂથ 746માં સ્થાને છે.
  • આ ક્રમ કર્મચારીઓનો તેમના નોકરીદાતાઓ વિશેના ઘણા માપદંડોને આધારે આપવામાં આવે છે.
  • ફોર્બ્સે માર્ક રિસર્ચ કંપની સ્ટેટિસ્ટા સાથે મળીને આ યાદી તૈયાર કરી છે.
forbes

Post a Comment

Previous Post Next Post