- આ વયમર્યાદા કોરોના સ્થિતિને લીધે છેલ્લા દોઢ વર્ષમાં ભરતી પ્રક્રિયા ન થઇ હોવાથી વધારવામાં આવી છે જે ઓગસ્ટ-2022 સુધી ગુજરાત રાજ્યની તમામ સરકારી નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં લાગુ રહેશે.
- સ્નાતક કે સમકક્ષની લાયકાતની બિનઅનામત પુરુષ ઉમેદવારોમાં ઉમર 35 થી 36 કરવામાં આવી.
- સ્નાતક કરતા ઓછી લાયકાત ધરાવતી જગ્યાઓમાં બિનઅનામત પુરુષની ઉમર 33 થી 34 કરવામાં આવી.
- SC, ST, SEBC, EWCમાં આવતા પુરુષ ઉમેદવારના કિસ્સામાં સ્નાતક કે સમકક્ષ લાયકાત માટે વયમર્યાદા 40 થી 41 અને સ્નાતકથી ઓછી લાયકાત માટે 38 થી 39 કરવામાં આવી.
- મહિલા તરીકે અનામત કેટેગરીની મહિલાઓને 5 વર્ષની છૂટછાટ મળે છે જેથી વયમર્યાદા 45 વર્ષ થાય છે. તેથી ભરતી નિયમ મુજબ વધી શકે નહિ તેથી આ યોજના તેઓમાં લાગુ પડશે નહિ.
- બિનઅનામત મહિલા ઉમેદવારોમાં સ્નાતક કે સમકક્ષની લાયકાતની પરીક્ષા માટે વયમર્યાદા 40 થી 41 અને સ્નાતક કરતા ઓછી લાયકાત ધરાવતી જગ્યાઓમાં 38 થી 39 કરવામાં આવી.
- SC, ST, SEBC, EWC આવતી મહિલા ઉમેદવારના કિસ્સામાં સ્નાતક કે સમકક્ષ લાયકાત માટે વયમર્યાદા 45 યથાવત રાખવામાં આવી છે અને સ્નાતકથી ઓછી લાયકાત માટે 43 થી 44 કરવામાં આવી.