ગુજરાત સરકાર દ્વારા ગીજુભાઈ બધેકાનો જન્મદિવસ "બાળવાર્તા દીવસ" તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો.

  • ગુજરાત સરકાર દ્વારા કેળવણીકાર અને બાળકોની "મૂછાળી મા" તરીકે જાણીતા ગીજુ બધેકાના જન્મ દિવસ 15 નવેમ્બરને "બાળવાર્તા દિવસ" તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો.
  • આ દિવસની પ્રથમ ઉજવણીની શરૂઆત ભાવનગર જિલ્લાથી કરવામાં આવશે.
  • સો વર્ષ પહેલાં બાળકોના ઘડતર માટે તેઓએ જે વાત કરી હતી તેને નવી શિક્ષણ નીતિમાં સામેલ કરવામાં આવશે.
  • ગીજુભાઈ બધેકાનો જન્મ 15 નવેમ્બર, 1885 ભાવનગરના ચિત્તલમાં થયો હતો.
  • ગિજુભાઈ બધેકા એક શિક્ષક હતા જેમણે ભારતમાં મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિઓનો પરિચય કરાવવામાં મદદ કરી હતી.
  • 1920માં, બધેકાએ પૂર્વ પ્રાથમિક શાળા "બાલ મંદિર"ની સ્થાપના કરી હતી.
  • બધેકાએ "દિવાસ્વપ્ના (ડેડ્રીમ્સ)" સહિત શિક્ષણ ક્ષેત્રે સંખ્યાબંધ કૃતિઓ પ્રકાશિત કરી છે.
Gijubhai Badheka

Post a Comment

Previous Post Next Post