- ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પ્રસિદ્ધ માહિતી મુજબ ગુજરાત રાજ્યમાં જ્યારથી કોરોનાને વૈશ્વિક મહામારી ઘોષિત કરવામાં આવી ત્યારથી લઇ અને જ્યા સુધી તેને નાબૂદ ઘોષિત ન કરાય ત્યા સુધી કોરોના મૃતકોને રુ. 50,000ની સહાય કરવામાં આવશે.
- આ ઠરાવ મુજબ તમામ જિલ્લા કલેક્ટર્સ દ્વારા અરજી કર્યાના 30 દિવસમાં તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી ત્વરિત સહાય ચુકવવાની રહેશે.
- આ ફંડ સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલ આદેશ મુજબ રાજ્ય સરકારના SDRF ફંડમાંથી ચૂકવાશે.