ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયાની ગોવામાં આયોજિત 52મી એડિશનમાં ઈન્ડિયન પેનોરમામાં ફિલ્મો દર્શાવવાની જાહેરાત કરવામાં આવી.

  • એમ. એમ. બરુઆ દ્વારા નિર્દેશિત ફિલ્મ સેમખોર (દિમાસા)  ભારતીય પેનોરમામાં સૌપ્રથમ પ્રદર્શિત કરવા માટે જ્યુરી દ્વારા પસંદ કરાયેલ  ફીચર ફિલ્મ છે. 
  • જ્યારે રાજીવ પ્રકાશ દ્વારા નિર્દેશિત વેદ...ધ વિઝનરી, ફેસ્ટિવલમાં દર્શાવવામાં આવનાર પ્રથમ ભારતીય નોન-ફીચર ફિલ્મ હશે.
  • 20 થી 28 નવેમ્બર સુધી ચાલનારા આ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના ફિલ્મ ફેસ્ટિવલ નિર્દેશાલય દ્વારા ગોવા સરકારના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.  
  • ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં સ્ક્રિનિંગ માટે 25 ફીચર ફિલ્મોની પસંદગી કરવામાં આવી છે. 
  • ભારતીય પૅનોરમાનો પ્રાથમિક ઉદ્દેશ્ય વિવિધ શ્રેણીઓમાં ફિલ્મ કલાને પ્રોત્સાહન આપવું અને સૌંદર્યલક્ષી શ્રેષ્ઠતાથી ફીચર અને નોન-ફીચર ફિલ્મો પસંદ કરવાનો છે.

International Film Festival

Post a Comment

Previous Post Next Post