- આજથી 50 વર્ષ પહેલા 11 ડિસેમ્બર, 1971માં ભારતીય સેનાની 2જી પેરાશૂટ બટાલિયન દ્વારા તે સમયના પશ્ચિમ પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ)ના તાંગેલ ખાતે એર ડ્રોપ ડ્રાઇવ યોજાઇ હતી.
- 1971ના ભારત-પાક યુદ્ધમાં આ ડ્રાઇવ બહુ મહત્વપૂર્ણ સાબિત થઇ હતી જેના 50 વર્ષ પૂર્ણ થતા આ કાર્યક્રમ યોજાયો હતો.
- આ કાર્યક્રમની ખાસ વાત એ હતીકે 50 વર્ષ પહેલા આ ઓપરેશનમાં જે જવાનોએ ભાગ લીધો હતો તેમાના હાલ જીવિત હોય તેવા લોકોએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
- ભારત-પાકિસ્તાનનું આ યુદ્ધ વર્ષ 1971માં 3 ડિસેમ્બર થી 16 ડિસેમ્બર દરમિયાન 13 દિવસ માટે થયું હતું જેમાં પાકિસ્તાનનો કારમો પરાજય થયો હતો અને પાકિસ્તાનના બે ટુકડા થઇ પશ્ચિમ પાકિસ્તાન 'બાંગ્લાદેશ' નામથી એક અલગ દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યો હતો.