ઓડિશાના પ્રસિદ્ધ શિક્ષક નંદ કિશોર પ્રુસ્ટીનું 104 વર્ષની વયે કોરોનાના લીધે નિધન.

  • ઓડિશાના 'નંદા સર' નામથી પ્રસિદ્ધ અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા નંદ કિશોર પ્રુસ્ટી ફક્ત 7 ધોરણ સુધી જ અભ્યાસ કરી શક્યા હતા. 
  • પોતે અભ્યાસ ન કરી શક્યા તેને લીધે તેઓએ અભણ બાળકોને સાક્ષર બનાવવાનું બીડું ઝડપ્યું હતું તેમજ 70 વર્ષો સુધી તેઓએ એક પણ રુપિયો ફી લીધા વિના બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપ્યું હતું. 
  • તેઓ ચટશાલી પરંપરાને કાયમ રાખનારા છેલ્લા વ્યક્તિ હતા.
  • ઓડિશામાં ચટશાલી પરંપરા તેને કહે છે જેમાં સામાન્ય અથવા વિશેષ શાળા વિના દરેક બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. 
  • હાલમાં ગયા મહિને જ કેન્દ્ર સરકાર દ્વારા તેઓને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયો હતો.
Nandkishore Prushty

Post a Comment

Previous Post Next Post