- ભારતના 94 વર્ષીય વાસ્તુકાર બાલકૃષ્ણ દોશીને બ્રિટનના Royal Institute of British Architects (RIBA) દ્વારા રોયલ ગોલ્ડ મેડલ 2022 અપાયો છે.
- તેઓએ આ ક્ષેત્રમાં 70 વર્ષથી વધુ સમય માટે કામ કર્યું છે તેમજ 100થી વધુ પરિયોજનાઓ પર કામ કર્યું છે.
- અગાઉ વર્ષ 1984માં ભારતમાં જ જન્મેલા ચાર્લ્સ કોરિયાને આ પુરસ્કાર અપાયો હતો.
- આ પુરસ્કારની શરુઆત વર્ષ 1848થી કરવામાં આવી હતી તેમજ સૌપ્રથમ આ પુરસ્કાર બ્રિટનના ચાર્લ્સ રોબર્ટ કોકરેલને અપાયો હતો.