- નેધરલેન્ડના રેડ બુલના ડ્રાઇવર મેક્સ વર્સટાપેને સૌપ્રથમવાર ગ્રાં. પ્રી. ચેમ્પિયનશિપ જીતી છે.
- આ સ્પર્ધા 58 લેપની હતી જે અબુ ધાબી ખાતે યોજાઇ હતી.
- તે નેધરલેન્ડના પ્રથમ ડ્રાઇવર છે જેમણે આ સ્પર્ધા જીતી છે.
- આ સ્પર્ધામાં તેણે 7 વખતના વર્લ્ડ ચેમ્પિયન મર્સિડીઝના લુઇસ હેમિલ્ટનને પરાજય આપ્યો હતો.