પી.વી. સિંધુએ સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટૂર્નામેન્ટનું ટાઇટલ જીત્યું.

  • બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુએ લખનઉ ખાતે યોજાયેલ સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટૂર્નામેન્ટનું મહિલા સિંગલ્સ ટાઇટલ જીત્યું છે. 
  • આ સ્પર્ધામાં તેણીએ માલવિકા બન્સોડને 21-13, 21-16થી પરાજય આપ્યો હતો. 
  • અગાઉ આ સ્પર્ધામાં વર્ષ 2018માં સમીર વર્મા પુરુષ સિંગલ્સમાં ટાઇટલ જીત્યા હતા. 
  • વર્ષ 2020 અને 2021માં આ સ્પર્ધા કોરોના મહામારીને લીધે યોજાઇ ન હતી. 
  • ચાલુ વર્ષે એક પુરુષ ખેલાડી સંક્રમિત થવાથી પુરુષ સિંગલ્સની ફાઇનલ રમત રદ્દ કરવામાં આવી હતી. 
  • સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટૂર્નામેન્ટની શરુઆત વર્ષ 2009થી કરવામાં આવી હતી જેમાં પુરુષ સિંગલ્સ (ચેતન આનંદ), મહિલા સિંગલ્સ (સાઇના નહેવાલ) તેમજ મિક્સ્ડ ડબલ્સ (અરુણ વિશ્નુ અને અપર્ના બલન) એમ ત્રણેય સ્પર્ધાઓ ભારતીય ખેલાડીઓ જ જીત્યા હતા.
PV Sindhu

Post a Comment

Previous Post Next Post