ઉન્નતિ હુડ્ડા ઓડિશા ઓપન 2022માં સુપર-100 જીતનાર સૌથી યુવા ભારતીય બની.

  • 14 વર્ષીય બેડમિન્ટન ખેલાડી ઉન્નતિ હુડા કટક ખાતે યોજાયેલ ઓડિશા ઓપન ચેમ્પિયનશિપમાં સુપર-100 જીતનાર સૌથી યુવા ભારતીય બની છે.
  • આ સ્પર્ધાની ફાઇનલમાં તેણીએ સ્મિત તોશનિવાલને 21-18, 21-11થી પરાજય આપ્યો હતો.
  • તેણી અગાઉ અંડર-13 નેશનલ ચેમ્પિયન રહી ચૂકી છે.
  • ઓડિશા ઓપન 2022 ઓડિશાના કટક ખાતે 20 થી 30 જાન્યુઆરી દરમિયાન યોજાઇ હતી.
  • આ સ્પર્ધામાં ઇનામની રકમ 75,000 અમેરિકન ડોલર છે.
  • આ સ્પર્ધામાં મેન્સ ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સ સિવાયના તમામ ટાઇટલ ભારતીય ખેલાડીઓ જીત્યા છે.
unnati hooda


Post a Comment

Previous Post Next Post