કેન્દ્ર સરકારે કેન-બેતવા લિંક પરિયોજના પ્રાધિકરણનું ગઠન કર્યું.

  • આ માટે કેન્દ્ર સરકાર દ્વારા બે દિવસ અગાઉ જ ગેઝેટ પ્રસિદ્ધ કરીને તેની જાણકારી અપાઇ હતી. 
  • આ પ્રાધિકરણનું આધિકારિક નામ Ken-Betwa Link Project Authority (KBLPA) અપાયું છે જેના દ્વારા 44,605 કરોડની કેન-બેતવા રિવર-ઇન્ટરલિંક પ્રોજેક્ટ પૂર્ણ કરાશે. 
  • ઑથોરિટીના ગઠનની સાથોસાથ 20 સદસ્યીય સમિતિનું પણ ગઠન કરાયું છે. 
  • આ સમિતિની અધ્યક્ષતા જલ શક્તિ મંત્રાલયના સચિવ કરશે તેમજ સદ્સ્યોમાં પર્યાવરણ, વન અને જલવાયું પરિવર્તન, નાણા વિભાગ, જનજાતિય વિભાગ, વિદ્યુત મંત્રાલય, કેન્દ્રીય જલ આયોગ, રાષ્ટ્રીય જલ વિકાસ, રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણ, નીતિ આયોગના એક સદસ્ય સહિતનાનો સમાવેશ કરાયો છે. 
  • કેન-બેતવા નદી જોડાણ પ્રોજેક્ટમાં ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશની કેન અને બેતવા નદીને જોડવાનું લક્ષ્ય છે.
Ken Betwa Link

Post a Comment

Previous Post Next Post