દેશના પ્રથમ રાષ્ટ્રીય દરિયાઇ સુરક્ષા સંયોજક (NMSC) તરીકે જી. અશોક કુમારની નિયુક્તિ કરવામાં આવી.

  • જી. અશોક કુમાર જાન્યુઆરી, 2019થી નૌસેનામાં 35માં વાઇસ ચીફ ઓફ ધી નેવલ સ્ટાફ તરીકે કાર્યરત છે.
  • તેઓ પરમ વિશિષ્ટ સેવા મેડલ, અતિ વિશિષ્ટ સેવા મેડલ અને વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત થયેલ છે.
  • તેઓએ હાલ મેળવેલ NMSC પદ માટેની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા જુલાઇ, 2021માં કરવામાં આવી હતી જેને નવેમ્બર, 2021માં મંજૂરી મળી હતી.
  • આ પદ માટેની ભલામણ 20 વર્ષ અગાઉ કારગીલ ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સ દ્વારા કરવામાં આવી હતી.
  • આ પદનું આધિકારિક નામ National Maritime Security Coordinator (NMSC) છે જે સીધા જ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (National Security Advisor - NSA) હેઠળ કામ કરશે તેમજ તેઓને જ રિપોર્ટ કરશે.
G Ashok Kumar


Post a Comment

Previous Post Next Post