કેન્દ્ર સરકાર દ્વારા 'સ્માઇલ' યોજનાની શરુઆત કરાવવામાં આવી.

  • આ યોજનાનું ઉદ્‌ઘાટન કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. વિરેન્દ્ર કુમારે કર્યું છે. 
  • આ સાથે સ્માઇલની બે ઉપ-યોજનાઓ  'સ્માઇલ - આજીવિકા અને ઉદ્‌યમ માટે વંચિત વ્યક્તિઓની સહાયતા' અને 'ભિક્ષુકોના વ્યાપક પુનર્વાસ માટેની કેન્દ્રીય ક્ષેત્ર યોજના' પણ સામેલ છે. 
  • આ યોજના ઓળખ, ચિકિત્સા સંબંધિત દેખરેખ, શિક્ષણ, વ્યાવસાયિક અવસરો અને આશ્રય જેવી અનેક બાબતોને ધ્યાને રાખે છે. 
  • કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના માટે વર્ષ 2021-22 થી 2025-26 સુધી કુલ 365 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે. 
  • આ યોજનમાં નવમાં ધોરણમાં ભણતા ટ્રાન્સજેન્ડર છાત્રોને સ્કોલરશિપ, પ્રધાનમંત્રી દક્ષ યોજના હેઠળ કૌશલ વિકાસ અને આજિવિકા, સમગ્ર ચિકિત્સા સ્વાસ્થ્ય, 'ગરિમા ગૃહ' રુપમાં ઘરની સુવિધા, ટ્રાન્સજેન્ડર સુરક્ષા એકમ, ટ્રાન્સજેન્ડર સમુદાય માટે રાષ્ટ્રીય પોર્ટલ અને હેલ્પલાઇન, ભિક્ષુકોનું સર્વેક્ષણ, ઓળખ, એકઠા કરવા અને વ્યાપક પુનર્વાસ સહિતના કાર્યોનો સમાવેશ છે. 
  • ભિક્ષુકો માટેની યોજના હાલ 10 શહેરો દિલ્હી, બેંગ્લોર, ચેન્નાઇ, હૈદરાબાદ, ઇંદોર, લખનઉ, મુંબઇ, નાગપુર, પટના અને અમદાવાદ ખાતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરુ કરવામાં આવી છે.
SMILE Scheme

Post a Comment

Previous Post Next Post