- આ બિઝનેસ એક્સ્પો 10 થી 13 માર્ચ દરમિયાન ગાંધીનગર ખાતે આયોજિત થશે.
- વર્ષ 2020માં આ એક્સ્પો ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે યોજાયો હતો જેને રક્ષામંત્રી રાજનાથ સિંહે 'રક્ષા મહાકુંભ' ગણાવ્યો હતો.
- ગુજરાત ખાતેના આ ડિફેન્સ એક્સ્પોમાં સેનાની તાકાતનું પ્રદર્શન કરાશે.
- ડિફેન્સ એક્સ્પો દર બે વર્ષે યોજાય છે.
- વર્ષ 2014 સુધી આ એક્સ્પો રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે યોજાતો હતો જેને હવેથી અલગ અલગ સ્થાનો પર યોજવામાં આવે છે.
- વર્ષ 2016માં આ એકસ્પો ગોવા ખાતે, 2018માં ચેન્નાઇ ખાતે તેમજ 2020માં લખનઉ ખાતે યોજાયો હતો.