મિતાલી રાજ 5000 રન બનાવનાર વિશ્વની પ્રથમ મહિલા કેપ્ટન બની.

  • ભારતની મહિલા ક્રિકેટર મિતાલી રાજે વન-ડે ક્રિકેટમાં પોતાની કેપ્ટનશિપમાં 5000 રન પુરા કરીને આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. 
  • આવું કરનાર તે વિશ્વની પ્રથમ મહિલા ક્રિકેટર છે. 
  • આ સિદ્ધિ તેણીએ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ બીજી વન-ડેમાં 66 રનની ઇનિંગ રમીને હાંસલ કરી છે. 
  • આ યાદીમાં બીજા નંબર પર ઓસ્ટ્રેલિયાની પૂર્વ કપ્તાન બેલિંડા ક્લાર્ક છે જેણે 4,150 રન બનાવ્યા છે. 
  • ત્રીજા સ્થાન પર ઇંગ્લેન્ડની ચાર્લોટ એડવર્ડસ છે જેના કુલ 3,523 રન છે. 
  • સાથોસાથ તેણીએ વન-ડે ક્રિકેટમાં કુલ 7,500 રન પણ નોંધાવ્યા છે જે મહિલા ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધું છે. 
  • મિતાલી રાજ ક્રિકેટમાં સચિન તેન્ડુલકર (22 વર્ષ, 91 દિવસ) બાદ સૌથી લાંબી કારકિર્દી ધરાવે છે.
Mithali Raj

Post a Comment

Previous Post Next Post