- ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં તમામ જાહેર સ્થળો પર બોર્ડમાં ગુજરાતી ભાષા હોવાનું ફરજિયાત બનાવાયું છે.
- આ જાહેરાત બાદ રાજ્યની તમામ હોટેલ્સ, હોસ્પિટલ્સ, મોલ્સ, બેંક, કાફે, સિનેમા સહિતના સ્થળ પર ગુજરાતી ભાષામાં બોર્ડ લગાવવું ફરજિયાત બનશે.
- ગુજરાત રાજ્યની સ્થાપના સમયે નિર્મિત 'ગુજરાત અધિનિયમ, 1961'માં જ ગુજરાતી ભાષાને ગુજરાતની રાજભાષાનો દરજ્જો અપાયો હતો જેના હેઠળ આ પ્રકારનો નિયમ સરકાર બનાવી શકતી હતી પરંતુ આટલા વર્ષો બાદ સરકારે ઠરાવ દ્વારા આ નિયમને અમલી બનાવ્યો છે.
- અત્યાર સુધીમાં ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગ (GAD) દ્વારા વર્ષ 1961ના આ કાયદાના અમલ માટે છ વાર ઠરાવો અને પરિપત્રો પ્રસિદ્ધ કરાયા છે જેમાં વર્ષ 2000 પછી 22 વર્ષોમાં ત્રણ પરિપત્રો જાહેર કરાયા હતા.
- આ વર્ષે આ ઠરાવ યુવક અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ દ્વારા ફરીથી પ્રસિદ્ધ કરાયો છે.
- ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના બે દિવસ પહેલા આ નિયમ અમલી કરાયો છે.