IOCના વર્ષ 2023ના સેશનની યજમાની ભારત કરશે.

  • International Olympic Committee (IOC) ના સેશનની યજમાની 40 વર્ષ બાદ ભારતને મળી છે. 
  • અગાઉ વર્ષ 1983માં નવી દિલ્હી ખાતે આ સમિતિનું સેશન યોજાયું હતું. 
  • વર્ષ 2023માં આ સેશન મુંબઇના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાનાર છે. 
  • વર્ષ 2023માં IOCનું 140મું અધિવેશન યોજાશે. 
  • આ સેશનની યજમાની માટે ચીનના બેઇજિંગ ખાતે 139માં સેશન દરમિયાન વોટિંગ કરાયું હતું જેમાં ભારતને 76માંથી 75 વોટ મળ્યા હતા. 
  • ભારત તરફથી IOC સામે ગોલ્ડ મેડાલિસ્ટ અભિનવ બિન્દ્રા, IOC મેમ્બર નીતા અંબાણી, Indian Olympic Association (IOA) ના પ્રમુખ નરેન્દ્ર બત્રા અને રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. 
  • IOC ની રચના 23 જૂન, 1894ના રોજ થઇ હતી જેનું મુખ્યાલય સ્વિટ્ઝર્લેન્ડના લુસાને ખાતે છે.
IOC

Post a Comment

Previous Post Next Post