ગુજરાતમાં 'મોતિયા અંધત્વમુક્ત ગુજરાત' ઝુંબેશનો પ્રારંભ કરાયો.

  • આ અભિયાનનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સિવિલ હોસ્પિટલ, ગાંધીનગરથી કર્યો છે. 
  • આ અભિયાન હેઠળ 30 થી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિઓની ઘેર ઘેર જઇ દૃષ્ટિ તપાસ કરી અને જો મોતિયાના ઓપરેશનની જરુર હોય તો તેઓને શસ્ત્રક્રિયા પુરી પાડવાનો ઉદેશ્ય છે. 
  • આ ઝુંબેશ દ્વારા જેઓને બન્ને આંખે મોતિયો હોય એટલે કે જેઓની દૃષ્ટિ બન્ને આંખે 3 મીટર કરતા પણ ઓછી હોય તેવા તમામ વ્યક્તિઓને સરકારી અને રજિસ્ટર્ડ સ્વૈચ્છિક સંસ્થા ખાતે મોતિયાનું વિનામૂલ્યે ઓપરેશન કરી અપાશે. 
  • મોતિયાની અસર સામાન્ય રીતે 50 વર્ષ બાદ થતી હોય છે જેને લીધે દૃષ્ટિમાં ઝાંખપ આવી જાય છે આવી તકલીફને એક સરળ શસ્ત્રક્રિયા દ્વારા નેત્રણી મુકીને દૃષ્ટિ પરત મેળવવામાં આવે છે. 
  • મોતિયાના લીધે થતું અંધત્વ 36% જેટલું હોય છે બાકીના કારણોમાં ચશ્માના નંબર, ઝામર, ત્રાસી આંખ, કીકીના રોગ, ડાયબિટીક રેટિનોપેથી વગેરે હોય છે. 
  • છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં વાર્ષિક સરેરાશ 7 લાખ મોતિયાના ઓપરેશન કરવામાં આવે છે. 
  • ગુજરાત પ્રતિ 10 લાખ લોકોની વસ્તીએ 1000થી વધુ મોતિયાના ઓપરેશનનો દર હાંસલ કરનાર રાજ્ય પણ છે. 
  • મોતિયા માટેની આધુનિક પદ્ધતિ ફેકો ઇમલ્સીફિકેશન પણ લગભગ બધા રાજ્યોમાં ઉપલબ્ધ છે. 
  • ગુજરાત એકમાત્ર એવુ રાજ્ય છે જે હાઇડ્રોફોબીક ઇન્ટ્રા ઓક્યુલર લેન્ચ વિનામૂલ્યે આપે છે.
motiya andhmukt gujarat

Post a Comment

Previous Post Next Post