વડાપ્રધાન મોદીએ હૈદરાબાદ ખાતે Statue of Equality નું અનાવરણ કરાયું.

  • આ મૂર્તિ હૈદરાબાદના શમશાબાદ ખાતે સ્થાપિત કરવામાં આવી છે જેની ઊંચાઇ 216 ફૂટ છે. 
  • આ મૂર્તિને 'ભદ્ર વેદી' નામની 54 ફૂટ ઊંચી ઇમારત પર બનાવાઇ છે જે સંત રામાનુજાચાર્યની બેઠી પ્રતિમા છે. 
  • આ પ્રતિમા વિશ્વની બીજી સૌથી ઊંચી બેઠી પ્રતિમા છે. 
  • વિશ્વની સૌથી ઊંચી બેઠી પ્રતિમા હાલ મ્યાનમારમાં આવેલ છે જે ભગવાન બુદ્ધની 256 ફૂટ ઊંચી પ્રતિમા છે. 
  • સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી નામની આ પ્રતિમાં 11મી સદીના હિંદુ સંત રામાનુજાચાર્યની સ્મૃતિમાં બનાવાઇ છે જેઓને જ્ઞાન, વૈરાગ્ય અને આદર્શોનું પ્રતિક માનવામાં આવે છે તેમજ તેઓની આ મૂર્તિને સમાનતાની મૂર્તિ તરીકે સ્થાપિત કરાઇ છે. 
  • આ મૂર્તિ પાંચ ધાતુઓ સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ અને જસતથી બનાવવામાં આવી છે. 
  • આ મૂર્તિ બનાવવાની અવધારણા રામાનુજાચાર્ય આશ્રમના શ્રી ચિન્ના જિયર સ્વામી દ્વારા કરવામાં આવી હતી. 
  • આ મૂર્તિ સંત રામાનુજાચાર્યની 1000મી જન્મજયંતિ સમરોહની ઉજવણીના ભાગ રુપે સ્થાપિત કરવામાં આવી છે. 
  • વડાપ્રધાન મોદીએ આ મૂર્તિના અનાવરણ સમયે હૈદરાબાદને 'ભાગ્યનગર' ગણાવ્યું હતું. 
  • આ દરમિયાન વડાપ્રધાન મોદીએ હૈદરાબાદના પાટનચેરુ ખાતે International Crops Research Institute for the Semi-Arid Tropics (ICRISAT) ની ગોલ્ડન જ્યુબિલીમાં પણ ભાગ લીધો હતો.
Statue of Equality

Post a Comment

Previous Post Next Post