Air India ના સીઇઓ અને એમડી તરીકે ઇલ્કર આયસીની નિયુક્તિ કરવામાં આવી.

  • તાતા સન્સની માલિકી ધરાવતા એર ઇન્ડિયાના Chief Executive Officer (CEO) અને MD તરીકે તુર્કીના બિઝનેસમેન ઇલ્કર આયસીની નિયુક્તિ કરવામાં આવી છે. 
  • ઇલ્કર આયસી વર્ષ 1994માં તુર્કીના હાલના રાષ્ટ્રપતિ એર્દોઆનના સલાહકાર પણ હતા. 
  • તેઓ તુર્કીશ એરલાઇન્સના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે. 
  • ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ તાતા ગ્રુપ દ્વારા ભારત સરકારની એર ઇન્ડિયાને સૌથી ઊંચી બોલી લગાવીને ખરીદી લેવામાં આવી હતી. 
  • એર ઇન્ડિયાની તાતા એર લાઇન્સ તરીકે 1932માં સ્થાપના કરવામાં આવી હતી જેને 1946માં એર ઇન્ડિયા તરીકે લિસ્ટિંગ કરીને રાષ્ટ્રીયકરણ કરાયું હતું. 
  • વર્ષ 1977માં મોરારજી દેસાઇ સરકાર દ્વારા આ કંપનીના વડા પદ પર તાતા ગ્રૂપના અધિકારીને હટાવીને સરકારી કર્મચારી મુકવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
Ilkar Aisi

Post a Comment

Previous Post Next Post