પર્યાવરણ સંરક્ષણ પર આધારિત ભારતીય ડોક્યુમેન્ટરી ફિલ્મને જર્મનીમાં બેસ્ટ ફિલ્મનો પુરસ્કાર અપાયો.

  • ભારતના હરિયાણામાં બનેલ ડોક્યુમેન્ટરી ફિલ્મ Before I die ને જર્મનીમાં બેસ્ટ ફિલ્મ તરીકે પુરસ્કાર મળ્યો છે.
  • આ ડોક્યુમેન્ટરી ફિલ્મ પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા પર આધારિત છે જેને અત્યાર સુધીમાં દેશ વિદેશમાં 50થી વધુ પુરસ્કાર મળી ચૂક્યા છે.
  • આ ફિલ્મ નકુલ દેવ દ્વારા બનાવાઇ છે જે 28 મિનિટની છે.
  • આ ફિલ્મના નિર્માણ દરમિયાન કોઇપણ શોટ માટે રિ-ટેક નથી લેવાયો તેમજ ફિલ્મ સેન્સર બોર્ડ દ્વારા પણ આ ફિલ્મનું એકપણ દૃશ્ય કપાયું નથી!
  • આ ડોક્યુમેન્ટરી મહાનગરોમાં પર્યાવરણની ખરાબ હાલત અને ઘણી પ્રજાતિઓ વિલુપ્ત થઇ રહી છે તેને જોઇને બનાવાઇ છે અને દર્શાવાયું છે કે આપણે જે બાળપણમાં જોતા હતા તેમાંથી ઘણુ બધુ આજે નથી રહ્યું.
  • આ ફિલ્મને સ્વીડનમાં બોડન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનો બેસ્ટ શોર્ટ ડોક્યુમેન્ટરી પુરસ્કાર, બ્રાઝિલ ઇન્ટરનેશનલ મંથલી ઇન્ડીપેન્ડેન્ટ ફિલ્મ ફેસ્ટિવલ પુરસ્કાર, મુંબઇ ખાતે ગોલ્ડન જ્યૂરી ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ડોક્યુમેન્ટરી પુરસ્કાર, મધ્ય પ્રદેશમાં વિંધ્યા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ પુરસ્કાર સહિતના પુરસ્કારો મળી ચૂક્યા છે.
Before I die


Post a Comment

Previous Post Next Post