ભારતીય વાયુસેના બ્રિટન ખાતે Cobra Warrior યુદ્ધાભ્યાસમાં ભાગ લેશે.

  • આ યુદ્ધાભ્યાસ બ્રિટનના વેડિંગ્ટન ખાતે 6 થી 27 માર્ચ સુધી ચાલનાર છે.
  • આ યુદ્ધ અભ્યાસમાં ભારતના પાંચ સ્વદેશી તેજસ વિમાન તેમજ સી-17 વિમાન ભાગ લેશે.
  • ઉલ્લેખનીય છે કે વિભાજન દરમિયાન રોયલ ઇન્ડિયન એરફોર્સની સંપત્તિને ભારત અને પાકિસ્તાન વચ્ચે વિભાજિત કરવામાં આવી હતી જેને રોયલ એર ફોર્સ તરીકે જ ઓળખવામાં આવતું હતું.
  • વર્ષ 1950માં ભારતે રાષ્ટ્રમંડળ (Commonwealth of Nations)માં જોડાયા બાદ તેના નામ આગળથી 'રોયલ' શબ્દ હટાવાયો અને તેનું નામ બદલીને 'ભારતીય વાયુ સેના' કરવામાં આવ્યું.
  • કોમનવેલ્થ ઓફ નેશન્સમાં હાલ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા સહિત કુલ 54 દેશો છે.
cobra warrior uk 2022


Post a Comment

Previous Post Next Post