- રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધની સંભાવનાઓ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાઇડને નોર્ડ સ્ટ્રીમ - 2 પાઇપલાઇન બંધ કરવાની ચેતવણી આપી છે.
- રશિયાના આ પ્રોજેક્ટનો અમેરિકા, યુક્રેન અને પોલેન્ડ વિરોધ કરતા રહ્યા છે.
- રશિયા હાલ મોટાભાગના નેચરલ ગેસની સપ્લાય યુક્રેનના રસ્તે કરે છે.
- નોર્ડ સ્ટ્રીમ 1 અને 2 બન્ને યુક્રેનમાંથી પસાર થતી નથી તેને કારણે રશિયાએ યુક્રેનને કોઇ રકમ ચુકવવી પડતી નથી.
- હાલ આ પ્રોજેક્ટથી યુક્રેનને 2 અબજ ડોલર ટ્રાન્ઝિટ ફીનું નુકસાન થઇ રહ્યું છે.
- આ પાઇપલાઇન 1,200 કિ.મી. લાંબી છે જે બાલ્ટિક સમુદ્રમાંથી થઇ પશ્ચિમ રશિયાથી જર્મની સુધી જાય છે.
- આ પાઇપલાઇનનું નિર્માણ 83 હજાર કરોડ રુપિયાના ખર્ચે થયું છે જે સપ્ટેમ્બર, 2021માં જ પૂર્ણ થયું છે.
- આ પાઇપલાઇન સંબંધિત અમૂક મંજૂરી બાકી હોવાથી તેનું ઉદ્ઘાટન કરાયું નથી.
- આ પાઇપલાઇન દ્વારા જર્મનીને વાર્ષિક 55 અબજ ઘન મીટર ગેસની સપ્લાય થશે જેનાથી જર્મનીના 2.6 કરોડ ઘરોને ઇંધણ મળશે.
- આ પ્રોજેક્ટની માલિકી હાલ રશિયાની ગાઝપ્રોમ કંપની પાસે છે.