પ્રસિદ્ધ સંગીતકાર બપ્પી લહેરીનું 69 વર્ષની વયે નિધન.

  • તેઓ બોલિવૂડના જાણીતા સંગીતકાર, ગાયક અને પ્રોડ્યુસર હતા. 
  • તેમનું મૂળ નામ અલોકેશ લાહિરી હતું પરંતુ તેઓ બપ્પી લાહિરી તરીકે જ ઓળખાતા હતા. 
  • તેઓએ હિંદી ફિલ્મોમાં સિન્થેસાઇઝ્ડ ડિસ્કોને પ્રસિદ્ધ કર્યું હતું. 
  • તેઓએ 1980-90ના દાયકામાં અનેક હિટ સંગીત આપ્યા હતા જેમાં વારદાત, ડિસ્કો ડાન્સર, નમક હલાલ, શરાબી, નયા કદમ, બેવફાઇ, ઇન્સાફ મે કરુંગા, ડાન્સ ડાન્સ, કમાંડો, રામ અવતાર સહિતની ફિલ્મનો સમાવેશ થાય છે. 
  • તેઓએ હિંદી સિવાય અનેક બંગાળી, તેલુગુ, તમિલ, કન્ન્ડ અને ગુજરાતી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું હતું. 
  • તેઓએ વર્ષ 1977ની જન્મ જન્મ ના સાથ નામની ગુજરાતી ફિલ્મમાં સંગીત આપ્યું હતું. 
  • છેલ્લે તેઓએ વર્ષ 2020માં 'શુભ મંગલ ઝ્યાદા સાવધાન', 'બાગી-3' અને 'ડિસ્કો રાજા'માં સંગીત આપ્યું હતું. 
  • તેઓ કમ્પોઝર અને ગાયિકી સિવાય તબલા, પિયાનો, ડ્રમ, ગિટાર, સેક્સોફોન, બોંગો અને ઢોલક જેવા વાદ્યો પણ વગાડી શકતા હતા. 
  • વર્ષ 2014માં તેઓએ ભારતીય જનતા પાર્ટી જોઇન કરી હતી અને લોકસભા ચુંટણીમાં પશ્ચિમ બંગાળના શ્રીરામપુર ખાતેથી ઉમેદવારી નોંધાવી હતી જેમાં વિજયી થઇ શક્યા નહોતા. 
  • તેઓને પોતાની ફિલ્મ શરાબી (1985) માટે ફિલ્મ ફેર એવોર્ડ અપાયો હતો. 
  • વર્ષ 2018માં તેઓને ફિલ્મફેર લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ અપાયો હતો.
Bappi Lahiri

Post a Comment

Previous Post Next Post