નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2022-23 રજૂ કર્યું.

કેન્દ્રીય બજેટ 2022-23

  • હાલની મોદી સરકારનું આ 10મું બજેટ છે જે 39.45 લાખ કરોડનું છે. 
  • નાણામંત્રી તરીકે નિર્મલા સીતારમણનું આ ચોથું બજેટ હતું જેના માટે તેઓએ 91 મિનિટની ટૂંકી સ્પીચ આપી હતી. 
  • સરકાર દ્વારા બજેટમાં 'અમૃતકાળ' નો ઉલ્લેખ કરાયો છે જે કાળ હાલથી 25 વર્ષ બાદ ભારતની સ્વતંત્રતાના 100 વર્ષ સુધીનો છે. 
  • આ બજેટમાં સામાન્ય નાગરિકો માટે ઇન્કમ ટેક્સના સ્લેબમાં કોઇ ફેરફાર નથી કરાયો. 
  • પેન્શન અને વ્યાજની આવક મેળવતા સિનિયર સિટિઝનને આઇટી રિટર્ન ભરવામાંથી મુક્તિ અપાઇ છે. 
  • કેન્દ્ર સરકાર દ્વારા રુ. 64,180 કરોડના ખર્ચે પીએમ આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજના શરુ કરવામાં આવશે. 
  • કરદાતા પોતાની વાર્ષિક આવકની જાહેરાતમાં જો કોઇ ભૂલ કરે તો તેને બે વર્ષમાં તેમાં સુધારો કરી નવું રિટર્ન ભરવાની સુવિધા અપાશે. 
  • ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે બેટરી સ્વેપિંગ પોલિસી અને 5જી મોબાઇલ સેવા અપાશે. 
  • રાજ્ય સરકારના કર્મચારીઓને National Pension System (NPS) હેઠળ 10% ના બદલે 14% કર રાહતનો લાભ અપાશે. 
  • ડિફેન્સ ક્ષેત્રે 5.25 લાખ કરોડની ફાળવણી તેમજ પીએમ આવાસ યોજના માટે 48 હજાર કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 
  • વર્ષ 2022-23માં Reserve Bank of India (RBI) ડિજિટલ રુપી લોન્ચ કરશે. 
  • આ બજેટમાં આર્થિક વિકાસ માટે ગ્રોથના સાત એન્જિન નક્કી કરાયા છે જેમાં પીએમ ગતિશક્તિ, સમાવેશી વિકાસ, ઉત્પાદકતામાં વધારો, સનરાઇઝ ઓપર્ચ્યુનિટી, એનર્જી ટ્રાન્ઝિશન, ક્લામેટ એક્શન અને ઇન્વેસ્ટમેન્ટ ફાઇનાન્સિંગનો સમાવેશ થાય છે. 
  • ક્રિપ્ટો એસેટ્સ પર 30% ટેક્સ લાગૂ કરવામાં આવ્યો છે. 
  • દેશના દરેક નાગરિકો સુધી ડિજિટલ બેન્કિંગ પહોંચાડવા માટે 75 જિલ્લાઓમાં 75 ડિજિટલ બેન્કિંગ યુનિટ્સની સ્થાપના કરવામાં આવશે. 
  • મહિલા સશક્તિકરણ માટે 3 યોજનાઓ મિશન શક્તિ, મિશન વાત્સલ્ય અને સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 જેવી યોજનાઓને નવુ રુપ અપાશે. 
  • બજેટમાં રેલ્વે માટે 400 વંદે ભારત ટ્રેનની જોગવાઇ કરવામાં આવી છે તેમજ 6,089 રેલ્વે સ્ટેશન પર વાઇ-ફાઇ સુવિધા અને 2,000 કિ.મી. ટ્રેકને Anti Collision Device (ACD) હેઠળ આવરી લેવાની જોગવાઇ પણ છે. 
  • આ બજેટમાં નૌકાદળના બજેટમાં 43%નો વધારો તેમજ સંરક્ષણમાં Research & Development માટે 25% બજેટ ખાનગી સંશોધક એકમોને આપવાની જોગવાઇ છે. 
  • શિક્ષણમાં સુધારણા માટે 200 ટીવી ચેનલ દ્વારા ઇ-વિદ્યા અને ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. 
  • બજેટમાં શિક્ષણ માટે કુલ 1,04,277 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે જે ગયા વર્ષ કરતા 12% વધુ છે. 
  • મિડ ડે મીલ / પીએમ પોષણ યોજનાનું બજેટ રુ. 11,500 કરોડથી ઘટાડીને રુ. 10,233 કરોડ કરવામાં આવ્યું છે. 
  • નેશનલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ ફંડ માટે રુ. 16 કરોડ જાહેર કરાયા છે જે ગયા વર્ષ કરતા 9 કરોડ ઓછા છે.
  • ભારતનું પ્રથમ બજેટ વર્ષ 1860માં બ્રિટનના પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી જેમ્સ વિલ્સને રજૂ કર્યું હતું જેઓ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના ફાઇનાન્સિયલ એડવાઇઝર પણ હતા. 

બજેટ વિશે વધુ માહિતી

  • બજેટ શબ્દ ફ્રેન્ચ ભાષાના શબ્દ bougette પરથી બન્યો છે જેનો મતલબ ચામડાનો થેલો એવો થાય છે. 
  • ભારતના બંધારણમાં કોઇપણ જગ્યાએ 'બજેટ' શબ્દનો ઉલ્લેખ નથી. 
  • બંધારણમાં અનુચ્છેદ 112માં તેના માટે 'વાર્ષિક વિત્તીય વિવરણ' એવો ઉલ્લેખ કરાયો છે. 

બજેટનો ઇતિહાસ

  • આઝાદ ભારતમાં સૌપ્રથમ નાણામંત્રી આર. કે. ષણ્મુખમ ચેટ્ટીએ 26 નવેમ્બર, 1947ના રોજ પ્રથમ બજેટ સંસદમાં રજૂ કર્યું હતું. 
  • 26 જાન્યુઆરી, 1950માં આઝાદ ભારતનું બંધારણ લાગૂ થયું ત્યારે જોન મથાઇએ ભારતનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું ત્યારે તેઓ દેશના રેલમંત્રી હતા. 
  • ભારતના ઇતિહાસમાં નાણામંત્રી સૂટકેસ હાથમાં લઇ બજેટ રજૂ કરવા સંસદમાં જતા હોય છે જે પરંપરા ગયા વર્ષે નિર્મલા સીતારમણે ડિજિટલ બજેટ રજૂ કરીને તોડી હતી. 
  • બ્રિટિશ શાસન દરમિયાન બજેટ 28 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવતું જે તારીખને વર્ષ 2017થી 1 ફેબ્રુઆરી કરવામાં આવી છે. 
  • વર્ષ 2017 પહેલા રેલ્વે બજેટ ને સામાન્ય બજેટથી અલગ રીતે રજૂ કરવામાં આવતું જેને વર્ષ 2017થી સામાન્ય બજેટ સાથે જ મર્જ કરી દેવાયું છે. 
  • બજેટ દરમિયાન નાણામંત્રી દ્વારા સ્પીચ આપવામાં આવે છે જેમાં અત્યાર સુધીનું સૌથી ટૂંકુ ભાષણ 1970માં નાણામંત્રી એચ. એમ. પટેલે આપ્યું હતું જે ફક્ત 800 શબ્દોનું હતું તેમજ સૌથી લાંબું ભાષણ વર્ષ 2020માં નાણામંત્રી નિર્મલા સીતારમણે આપ્યું હતું જે 2 કલાક 40 મિનિટનું હતું.
Union Budget 2022-23

Post a Comment

Previous Post Next Post