રક્ષા મંત્રાલય દ્વારા વાયુસેનામાં મહિલા પાઇલટને સ્થાયી કરવાનો નિર્ણય લેવાયો.

  • હાલ ભારતીય વાયુસેનામાં મહિલા ફાઇટર પાઇલટની યોજના પ્રાયોગિક ધોરણે ચાલુ છે જેને રક્ષા મંત્રાલયે સ્થાયી કરવાનો નિર્ણય લીધો છે. 
  • આ નિર્ણય National Defence Academy (NDA) માં મહિલાઓના પ્રવેશના આદેશ બાદ લેવાયો છે. 
  • સુપ્રીમ કોર્ટ દ્વારા ઑક્ટોબર, 2021માં મહિલાઓને NDA માં પ્રવેશ માટે ચૂકાદો અપાયો હતો. 
  • ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં ફ્લાઇંગ ઓફિસર અવનિ ચતુર્વેદી ફાઇટર વિમાન ઉડાવનાર પ્રથમ ભારતીય મહિલા બની હતી જેણે પોતાની સિંગલ ઉડાનમાં મિગ-21 ઉડાવ્યું હતું.
women fighter pilot

Post a Comment

Previous Post Next Post