કેન્દ્ર સરકાર દ્વારા જામનગરના ખિજડિયાને 'રામસર સાઇટ' જાહેર કરવામાં આવી.

  • આ જાહેરાત વેટલેન્ડ દિવસ (2 ફેબ્રુઆરી)ના રોજ કરવામાં આવી છે. 
  • જામનગર જિલ્લાના ખિજડિયામાં લગભગ 6 ચો.કિ.મી. વિસ્તારમાં ખિજડિયાનો વેટલેન્ડ વિસ્તાર છે જે ખિજડિયા પક્ષી અભ્યારણ્ય તરીકે ઓળખાય છે. 
  • આ વિસ્તારમાં 300થી વધુ પ્રજાતિના 80,000 જેટલા પક્ષીઓ છે. 
  • ગુજરાતમાં હાલ નળ સરોવર, વઢવાણા વેટલેન્ડ (વડોદરા) તેમજ થોળ તળાવ (કલોલ) રામસર સાઇટમાં સામેલ છે.
  • વર્ષ 1971માં ઇરાનના રામસર ખાતે પર્યાવરણની દૃષ્ટિએ અતિ મહત્વ ધરાવતા હોય તેવી આદ્રભૂમિને સંરક્ષણ માટે કરાર કરવામાં આવ્યા હતા જેના આધારે રામસર સાઇટની યાદી તૈયાર થાય છે.
Khijadiya Bird Sanctuary

Post a Comment

Previous Post Next Post