આફ્રિકી દેશ બુર્કિના ફાસોમાં સેના દ્વારા સત્તા પલટા બાદ સરકારની ઘોષણા.

  • પશ્ચિમ આફ્રિકી દેશ Burkina Faso માં સેનાએ સત્તા પલટો કરી સરકારને પોતાના હસ્તક લીધાના 1 અઠવાડિયા બાદ બંધારણ લાગૂ કર્યું છે. 
  • આ સાથે જ તેઓએ પોતાના સૈન્ય નેતાને ટ્રાન્ઝિશન પિરિયડ માટે રાષ્ટ્રપતિ નિયુક્ત કર્યા છે. 
  • બુર્કિના ફાસોની સેના દ્વારા આ પગલું African Union (AU) દ્વારા તેને સસ્પેન્ડ કર્યા બાદ અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નાગરિક શાસન લાગૂ પાડવા માટે દબાવ બનાવ્યા બાદ લેવાયું છે. 
  • હાલ સેના દ્વારા પોતાના નેતા પૉલ હેનરી સાંડાગોને અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે. 
  • બુર્કિના ફાસો એક આફ્રિકી દેશ છે જે માલી, નાઇઝર, બેનિન, ટોગો, ઘાના અને આઇવરી કોસ્ટની સરહદથી ઘેરાયેલો છે. 
  • બુર્કિના ફાસો દેશની રાજધાની ઉઆગાદોગો તેમજ ત્યાનું ચલણ West African CFA Franc (XOF) છે.
Burkina Faso

Post a Comment

Previous Post Next Post