- યુકેની હેલ્થ સિક્યોરિટી એજન્સી દ્વારા લાસા તાવ (Lassa fever)ના કુલ ત્રણ કેસ હતા જેમાંથી એક વ્યક્તિનું મૃત્યું થયું હોવાનું જાહેર કરાયું છે.
- આ ત્રણેય કેસ પશ્ચિમ આફ્રિકાની હાલિયા યાત્રાથી સંબંધિત છે.
- લાસા એક વાયરસ છે જેના દ્વારા ખુબ તાવ આવે છે અને તે એક acute viral hemorrhagic illness તાવ છે.
- આ તાવથી રુધારિભિસરણ તંત્રને નુકસાન પહોંચી શકે છે જેના લીધે શરીરમાં આંતરિક રક્તસ્ત્રાવ (internal bleeding) થઇ શકે છે.
- World Health Organization (WHO) અનુસાર Lassa Fever એરિનાવિરિડે (Arenaviridae) વાયરસથી સંબંધિત છે જેની અસર 2 થી 21 દિવસ સુધી રહે છે.
- આ વાયરસ માટે હજી સુધી એકપણ વેક્સિનને મંજૂરી અપાઇ નથી.
- આ તાવ ઉંદરના પેશાબ અને મળથી ખરાબ થયેલ ખોરાકથી ફેલાય છે.
- આ તાવ ઇબોલા જેવો વાયરસ છે જે મનુષ્યથી મનુષ્યમાં ઝડપથી નથી ફેલાતો.