અમેરિકાએ નાટો સહયોગી દેશો સાથે ઇમરજન્સી બેઠક યોજી.

  • આ બેઠક રશિયા દ્વારા યુક્રેન પર થનાર સંભવિત હુમલા બાબતે બોલાવાઇ છે. 
  • અમેરિકા આ બેઠક દ્વારા રશિયા-યુક્રેન બાબતે પોતાના મિત્ર દેશોને એકઠા કરી પોતાની ભૂમિકા મજબૂત કરવા પ્રયત્નો કરી રહ્યું છે. 
  • North Atlantic Treaty Organization (NATO)ની આ બેઠકમાં ભાગ લેવા માટે અમેરિકા તરફથી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ જર્મની પહોંચ્યા છે. 
  • અમેરિકા દ્વારા આ બાબતે રશિયા પર વિવિધ પ્રતિબંધોની ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે.  
  • રશિયાએ યુક્રેનની સરહદ પર 1,50,000થી વધુ સૈનિકો તૈનાત કર્યા છે તેમજ આ સરહદ પરની ન્યુક્લિયર વોરગેમ જોવા માટે પુટિન પોતે જ જનાર છે જેને એક મોટી ઘટના માનવામાં આવી રહી છે. 
  • રશિયાની આ સેનામાં ન્યુક્લિયર વોરહેડ ધરાવતી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ્સ અને ક્રૂઝ મિસાઇલ્સ સહિતના શસ્ત્રો અને ઉત્તર તેમજ દક્ષિણ બ્લેક-સી ની સેનાઓ પણ છે. 
  • NATOમાં હાલ 30 સદસ્ય દેશો છે જેમાં અલ્બાનિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા, કેનેડા, ક્રોએશિયા, ચેક રિપબ્લિક, ડેન્માર્ક, ઇસ્ટોનિયા, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, હંગેરી, આઇસલેન્ડ, ઇટલી, લાટિવિયા, લિથુઆનિયા, લક્ઝમબર્ગ, મોન્ટેઇગ્રો, નેધરલેન્ડ્સ, ઉત્તર મેસેડોનિયા, નોર્વે, પોલેન્ડ, પોર્ટૂગલ, રોમાનિયા, સ્લોવેકિયા, સ્લોવેનિયા, સ્પેન, તુર્કીયે, બ્રિટન અને અમેરિકાનો સમાવેશ થાય છે.
Kamala Harris

Post a Comment

Previous Post Next Post