ડાબર ભારતની પ્રથમ પ્લાસ્ટિક વેસ્ટ ન્યૂટ્રલ FMCG કંપની બની.

  • ભારતની પ્રસિદ્ધ ડાબર કંપની 100% પ્લાસ્ટિક વેસ્ટ ન્યૂટ્રલ / પ્લાસ્ટિક કચરા તટસ્થ બની છે. 
  • ડાબર કંપની હવેથી જે માત્રામાં પ્લાસ્ટિકના કચરાને એકઠો કરી તેને પ્રોસેસ અને રિસાઇકલ કરે છે જેટલી માત્રામાં તે પોતાને પ્રોડક્ટ્સને પેક કરીને વેચે છે. 
  • વર્ષ 2021-22માં ડાબરે સમગ્ર દેશમાંથી 27,000 ટન પ્લાસ્ટિક કચરો એકઠો કરી તેને રિસાઇકલ કર્યો હતો અને તેમાથી જ પોતાની જરુરિયાતનું પ્લાસ્ટિક ઉત્પાદન કર્યું હતું. 
  • ડાબર દ્વારા પ્લાસ્ટિક બેગને બદલવા માટે કોટન કેરી બેગનું પણ વિતરણ શરુ કરવામાં આવશે જેથી પર્યાવરણની સુરક્ષા થઇ શકે. 
  • આ માટે ડાબર દ્વારા હિમાચલ પ્રદેશમાં 'Save the environment' નામથી એક વિશેષ અભિયાન પણ લોન્ચ કરાયું છે. 
  • ડાબર દ્વારા વર્ષ 2018-19થી પ્લાસ્ટિક કચરાનું સંગ્રહણ અભિયાન શરુ કરાયું હતું જેના અંતર્ગત તે હિમાચલ પ્રદેશમાંથી 870 મેટ્રિક ટનથી વધુ પ્લાસ્ટિક કચરો એકઠો કરી ચૂકી છે! 
  • Dabur કંપનીની સ્થાપના વર્ષ 1884માં ડૉ. એસ. કે. બર્મન દ્વારા કોલકાતા ખાતે કરવામાં આવી હતી.
Dabur

Post a Comment

Previous Post Next Post