- આ જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે જે પાંચ વર્ષ માટે લાગૂ રહેશે.
- આ પોલિસી હેઠળ બાયો-ટેક ક્ષેત્રે પ્રથમવાર વિદેશની ટેક્નોલોજી મેળવવા માટે રાજ્ય સરકાર સહાય આપશે.
- આ સિવાય સ્કિલ ડેવલપમેન્ટ માટે, વૈકલ્પિક ઊર્જા ઉત્પાદન માટે, ક્વૉલિટી સર્ટિફિકેશન અને બેન્ડવિથ લીઝિંગ માટે પણ આર્થિક સહાય અપાશે.
- આ પોલિસી હેઠળ 200 કરોડથી ઓછા મૂડીરોકાણ ધરાવતા એકમને મહત્તમ 40 કરોડની અને 200 કરોડથી વધુ મૂડી રોકાણ ધરાવતા એકમોને કુલ મૂડીખર્ચના 25% સહાય અપાશે જે પાંચ વર્ષમાં 20 ત્રિમાસિક હપ્તામાં ચૂકવવામાં આવશે.
- આ પોલિસી હેઠળ એક વર્ષથી વધુ સમયથી કામ કરતા પ્રત્યેક પુરુષ કર્મચારીઓને રુ. 50,000 અને મહિલા કર્મચારીઓ માટે રુ. 60,000 પ્રોત્સાહન સહાય પણ અપાશે.
- આ સ્કીમ હેઠળના એકમોને પાંચ વર્ષ માટે ઇલેક્ટ્રીસિટી ડ્યૂટી પણ માફ કરવામાં આવશે.