- Department of Pension & Pensioners' Welfare (DoPPW) દ્વારા આ સુવિધા શરુ કરવામાં આવી છે.
- આ સુવિધા માટે પેન્શન મેળવનારા નાગરિકો AadhaarFaceRd એપ દ્વારા ઘેર બેઠા પોતાનું જીવન પ્રમાણપત્ર (હયાતીનો દાખલો) બનાવી શકશે.
- આ એપ દ્વારા પેન્શનર પોતાનો ચહેરો સ્કેન કરી પોતે જીવિત હોવાનું પ્રમાણ આપી શકશે. આ એપ બેન્ક સાથે જોડાયેલ હોવાથી પેન્શનરની હયાતીની ખરાઇ તાત્કાલિક થઇ જશે અને તેના માટે બેંકમાં જવાની જરુર રહેશે નહી.