બેલ્જિયમે અઠવાડિયામાં 4 દિવસ કામ કરવાની જાહેરાત કરી.

  • પશ્ચિમી યુરોપના દેશ બેલ્જિયમે પોતાના શ્રમ કાયદામાં ફેરફાર કરી એક સપ્તાહમાં ફક્ત 4 દિવસ જ કામ કરવાની જાહેરાત કરી છે. 
  • આ ચાર દિવસમાં કર્મચારીઓ પાસેથી કુલ 38 કલાક જ કામ કરાવી શકાશે. 
  • નવા નિયમ મુજબ ઓફિસ કલાક બાદ કંપનીના માલિક અથવા ઉપરી અધિકારીઓ પોતાના કર્મચારીઓને કામ બાબતના ફોન / મેસેજ પણ નહી કરી શકે. 
  • ઉલ્લેખનીય છે કે અઠવાડિયામાં ફક્ત ચાર જ દિવસ કામ કરવાની જાહેરાત સૌપ્રથમ United Arab Emirates (UAE) દ્વારા ચાલુ વર્ષે જ કરવામાં આવી હતી. 
  • અન્ય દેશોમાં સ્પેન દ્વારા ચાર દિવસના અઠવાડિયા માટે એક પ્રયોગ શરુ કરાયો છે જેમાં ત્રણ વર્ષ માટે એક અઠવાડિયામાં વધુમાં વધુ 32 કલાક જ કામ કરવાની શરુઆત કરવામાં આવી છે. 
  • ન્યુઝીલેન્ડ દ્વારા અઠવાડિયામાં ચાર દિવસ કામ માટે એક વર્ષનો કાર્યક્રમ શરુ કરાયો છે જેના દ્વારા વર્ષના અંતે આ લક્ષ્ય સુધી પહોંચવામાં આવશે. 
  • આ જ રીતે આયર્લેન્ડ દ્વારા છ મહિનામાં 4 day work week ના ઉદેશ્યને પહોંચવા માટે અભિયાન શરુ કરાયું છે. 
  • ભારતમાં પણ ચાર દિવસના સપ્તાહની તાજેતરમાં જ જાહેરાત કરવામાં આવી હતી પરંતુ ભારત સરકાર દ્વારા અઠવાડિયામાં ઓછામાં ઓછું 48 કલાક / 12 કલાક પ્રતિ દિવસની જોગવાઇ કરવામાં આવી છે. 
  • હાલ સમગ્ર વિશ્વના ટોપ 10 દેશોમાં અઠવાડિયામાં સૌથી વધું 47.6 કલાક કામ કોલંબિયા કરે છે ત્યારબાદ ક્રમાનુસાર તુર્કીયે (45.6 કલાક), મેક્સિકો (44.7 કલાક), સિંગાપોર (44 કલાક), જાપાન (40 કલાક), ઇઝરાયલ (40.6 કલાક), ભારત (42 કલાક), અમેરિકા (38.7 કલાક), ન્યૂઝીલેન્ડ (37.8 કલાક) અને ફ્રાન્સ (36.5 કલાક)નો સમાવેશ થાય છે. 
  • સમગ્ર વિશ્વમાં એક સપ્તાહમાં સૌથી ઓછું કામ નેધરલેન્ડમાં થાય છે જે ફક્ત 2.5 કલાક છે!
Belgium

Post a Comment

Previous Post Next Post