અમેરિકાની સંસદમાં બાળકોને સોશિયલ મીડિયાના નુકસાનથી બચાવવા બિલ રજૂ કરાયું.

  • આ બિલ અમેરિકન સેનેટર માર્શા બ્લેકબર્ન અને રિચર્ડ બ્લૂમેન્થલ દ્વારા પ્રસ્તુત કરાયું છે. 
  • આ બિલને Kids Online Safety Act, 2022 નામ અપાયું છે જેમાં સોશિયલ મીડિયાની નકારાત્મક અસરોથી બાળકોને બચાવવા માટેની જોગવાઇઓ છે. 
  • આ બિલમાં કુલ પાંચ મહત્વપૂર્ણ મુદ્દાઓ છે જેમાં:
    1. સોશિયલ મીડિયા કંપનીઓએ યુઝર્સને પ્રાઇવસી વિકલ્પ આપવો પડશે જેના દ્વારા યુઝર કોઇ પેજ, પોસ્ટ કે વીડિયોને લાઇક કરે તો તેને ઓપ્ટ-આઉટની સુવિધા આપવી પડશે જે અત્યાર સુધીનું સૌથી મજબૂત પ્રાઇવસી સેટિંગ હશે. 
    2. એપમાં એવા ટૂલ્સ ફરજિયાત આપવા પડશે જેનાથી પેરેન્ટ પોતાના બાળકોએ એપ પર કેટલો સમય પસાર કર્યો તેની માહિતી જોઇ શકે. 
    3. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા સગીરોને થનારા નુકસાન જેવા કે આપઘાત કરવો, ખાણીપીણીમાં ગરબડ, નશીલા પદાર્થનો ઉપયોગ, દારુ અને સિગારેટ જેવી પ્રતિબંધિત પ્રોડક્ટ્સ અને શોષણ જેવા મુદ્દાઓને રોકવા માટે તેમજ તેને ઘટાડવાની દિશામાં કામ કરવું પડશે. 
    4. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ બાળકો અને કિશોરોને થનારા નુકસાન અને તેની સાથે સંકળાયેલા કાયદઓનું પાલન યોગ્ય રીતે કરી રહી છે કે નહી તેની સમીક્ષા થર્ડ પાર્ટીને સોંપીને પ્રક્રિયાને સંપૂર્ણ નિષ્પક્ષ બનાવવી પડશે. 
    5. સોશિયલ મીડિયા કંપનીઓએ બાળકો અને કિશોરોથી સંબંધિત એપ / વેબસાઇટ વપરાશનો તમામ ડેટા શિક્ષણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને ખાનગી સંશોધકો સાથે ફરજિયાત શેર કરવો પડશે જેનાથી બાળકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને થતા નુકસાન અને તેને રોકવા માટેના ઉપાયો પર અભ્યાસ થઇ શકે. 
  • ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અમેરિકી કોંગ્રેસે 16 વર્ષથી નાની વયના બાળકો પર સોશિયલ મીડિયાની અસર સંબંધિત બાબતોની પાંચ સુનવણી શરુ કરી છે.
US Senet

Post a Comment

Previous Post Next Post