- આ પુરસ્કાર અમેરિકાના કેલિફોર્નિયા ખાતે લોસ એન્જેલસના ડોલ્બી થિયેટરમાં એક કાર્યક્રમમાં અપાયા છે.
- આ પુરસ્કારમાં બેસ્ટ ફિલ્મનો પુરસ્કાર 'કોડા' ફિલ્મને અપાયો છે.
- બેસ્ટ એક્ટરનો પુરસ્કાર કિંગ રિચાર્ટ માટે વિલ સ્મિથને તેમજ બેસ્ટ એક્ટ્રેસનો પુરસ્કાર The Eyes of Tammy Faye માટે જેસિકા ચેસ્ટેનને અપાયો છે.
- બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર તરીકે સમર ઓફ સોલને પસંદ કરવામાં આવી છે.
- ભારતની રાઇટિંગ વિથ ધી ફાયર ને બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચરની કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું.
- ડ્યૂનને આ વર્ષે છ એવોર્ડ મળ્યા છે જે બેસ્ટ ઓરિજિનલ સ્કોર, બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન, બેસ્ટ સાઉન્ડ, બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ અને બેસ્ટ સિનેમેટોગ્રાફી માટે અપાયા છે.
- આ વર્ષે કોડા ફિલ્મ માટે અભિનેતા ટ્રોય કોત્સુરેને ઓસ્કાર અપાયો છે જેઓ આ પુરસ્કાર જીતનાર પ્રથમ મૂકબધિર પુરુષ અભિનેતા છે.
- આ સમારોહમાં ભારતની અભિનેત્રી દીપિકા પાદૂકોણને હેલ્થ ફાઉન્ડેશનની સ્થાપના કર્યાના સન્માન રુપે 'ટાઇમ 100 ઇમ્પેક્ટ એવોર્ડ' અપાયો હતો.
- આ વર્ષના સમારોહમાં રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને પણ યાદ કરવામાં આવ્યું હતું અને યુક્રેન માટે બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું.
- ઓસ્કાર એવોર્ડ આપવાની શરુઆત વર્ષ 1929થી થઇ છે જેમાં વર્ષ 1957થી ભારતીય ફિલ્મ્સ મોકલવામાં આવી રહી છે.
- અત્યાર સુધીમાં ભારતની ચાર ફિલ્મને ટોચની પાંચ ફિલ્મ્સમાં સ્થાન મળ્યું છે જેમાં મધર ઇન્ડિયા, સલામ બોમ્બે, શ્વાસ અને લગાનનો સમાવેશ થાય છે.
