- તાઝિકિસ્તાન ખાતે યોજાયેલ એશિયન રોડ અને પેરા સાઇક્લિંગ ચેમ્પિયનશિપમાં ભારતની ગીતા રાવે સિલ્વર મેડલ જીત્યો છે.
- તેણીએ આ મેડલ 15 કિ.મી. અંતરની ઇવન્ટને 36 મિનિટ અને 07.771 સેકન્ડના સમય સાથે પુરી કરી હતી.
- અગાઉ તેણીએ જાન્યુઆરી મહિનામાં બરોડાથી ધોળાવીરા સુધીનું 1,000 કિ.મી. બ્રેવેટ સાઇક્લિંગ પણ 73 કલાક 30 મિનિટમાં પૂર્ણ કર્યું હતું.
- ગુજરાતની ગીતા રાવે વર્ષ 2016માં સાઇક્લિંગની કારકિર્દી શરુ કર્યા બાદ અત્યાર સુધીમાં 80,000 કિ.મી. કરતા વધુ સાઇક્લિંગ કર્યું છે!