કેન્દ્ર સરકાર દ્વારા કાશ્મીરમાં ગ્રામસુરક્ષા સમિતિઓને ફરીથી શરુ કરવામાં આવશે.

  • આ જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી પહેલા કરવામાં આવી છે. 
  • આ જાહેરાત મુજબ જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનો સામનો કરવા માટે ગ્રામસુરક્ષા સમિતિઓ (Village Defence Committee) શરુ કરવામાં આવશે. 
  • આવી સમિતિઓની રચના વર્ષ 1995માં કરવામાં આવી હતી. 
  • હવે આ સમિતિઓને અત્યાધુનિક હથિયારો આપવાની પણ સરકારની વિચારણા છે. 
  • આ સમિતિઓને નવા અવતાર બાદ ગ્રામસુરક્ષા જૂથ (Village Defence Group) નામકરણ કરાશે તેમજ તેના સભ્યોને ગ્રામસુરક્ષા જૂથ રક્ષક (Village Defence Group Guards) તરીકે નામિત કરાશે. 
  • આ દરેક સમિતિઓમાં 10 સભ્ય હશે તેમજ તેઓને આ કામ માટે પગાર પણ મળશે.
Village Defence Committee

Post a Comment

Previous Post Next Post