કેન્દ્ર સરકાર દ્વારા મશિન નિર્મિત રાષ્ટ્રધ્વજના નિર્માણ અને આયાતને મંજૂરી અપાઇ.

  • કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય ધ્વજ સંહિતા 2002માં સંશોધન કરીને આ પ્રકારની મંજૂરી અપાઇ છે. 
  • અગાઉ ફક્ત હાથથી બનાવાયેલ કાપડ દ્વારા બનેલ ઝંડાને મંજૂરી હતી. 
  • વર્ષ 2019માં મશીન થી બનાવાયેલ ઝંડાઓના આયાત પર પ્રતિબંધ લગાવાયો હતો જેને હવે હટાવી લેવાયો છે. 
  • આ નિર્ણયથી મોટા કદના ઝંડાઓને થતું નુકસાન અટકાવી શકાશે. 
  • ઉલ્લેખનીય છે કે અટારીમાં ભારત-પાકિસ્તાન સીમા પાસે દેશના સૌથી ઊંચા ઝંડાને ઘણા મહિનાઓથી લહેરાવવામાં આવતો ન હતો જેની પાછળ તેને ઝડપી પવનોથી થતા નુકસાનથી બચાવવાનું કારણ જવાબદાર હતું. 
  • વર્ષ 2009માં Ministry of Home Affairs (MHA) દ્વારા ખાનગી અને જાહેર સંસ્થાઓની ઇમારત પર દિવસ-રાત રાષ્ટ્રધ્વજ લહેરાવવાની મંજૂરી અપાઇ હતી.
Indian Flag

Post a Comment

Previous Post Next Post