- આ અભિયાનની શરુઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા કરવામાં આવી છે.
- આ અભિયાન કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા શરુ કરાયું છે જે 30 નવેમ્બર સુધી ચાલશે.
- આ અભિયાનનો ઉદેશ્ય ભૂતળના જળ સ્ત્રોતનો વિકાસ કરવાનો અને જળગ્રહણ ક્ષેત્રનો વિસ્તાર કરવાનો છે.
- આ અભિયાનની શરુઆતની સાથોસાથ રાષ્ટ્રીય જળ પુરસ્કાર પણ અપાયા જેમાં સર્વશ્રેષ્ઠ રાજ્યનો પ્રથમ ક્રમનો પુરસ્કાર ઉત્તર પ્રદેશને, બીજા ક્રમનો પુરસ્કાર રાજસ્થાનને તેમજ ત્રીજા ક્રમનો પુરસ્કાર તમિલનાડુને અપાયો છે.
- આ પુરસ્કારમાં ગુજરાતમાં પશ્ચિમ ઝોનમાં સર્વશ્રેષ્ઠ જિલ્લાનો બીજા ક્રમનો પુરસ્કાર વડોદરાને અપાયો છે જે વડોદરામાં શરુ કરાયેલ પંચ જળ સેતુ પ્રોજેક્ટ માટે અપાયો છે.
- ઉલ્લેખનીય છે કે પંચ જળ સેતુ દ્વારા આદર્શ જળ વ્યવસ્થાપનનું મોડેલ રજૂ કરનાર વડોદરા દેશનો પ્રથમ અને એકમાત્ર જિલ્લો છે.