- ચીનમાં બે વર્ષ બાદ એક જ દિવસમાં 3,400 કોરોનાના નવા કેસ નોંધાતા આ નિર્ણય લેવાયો છે.
- આ લોકડાઉન ચીનમાં 1.7 કરોડની વસ્તી ધરાવતા શેનજેન શહેર, ચાંકચુન અને યુચેંગમાં લાગૂ કરાયું છે.
- આ સિવાય શાંઘાઇ શહેરની શાળાઓને પણ બંધ કરવામાં આવી છે.
- ઉલ્લેખનીય છે કે વર્ષ 2019માં કોરોના સૌપ્રથમ ચીનના વૂહાનની એક લેબોરેટરી ખાતેથી મળી આવ્યો હતો અને ત્યારબાદ સમગ્ર વિશ્વમાં ફેલાયો હતો.
- કોરોના વાયરસના સંક્રમણને પગલે વિશ્વના લગભગ તમામ દેશો 1 થી 3 મહિના સુધી લોકડાઉન લાગૂ પાડ્યું હતું.