- આ બિલ અપરાધીઓની ઓળખ માટે અને તપાસ માટે રેકોર્ડના સંરક્ષણ બાબતનું છે.
- આ બિલ જૂના બિલ 'કેદીઓની ઓળખ અધિનિયમ, 1920' ના બદલે લાગૂ થશે.
- આ બિલની જોગવાઇ મુજબ પોલીસ ધરપક્ડ થયેલ અથવા દોષી સાબિત થયેલ કોઇપણ વ્યક્તિએ માપ અને વ્યવહાર સંબંધી માહિતી આપવાની ફરજ પડશે.
- આ માહિતીમાં આરોપીની આંગળીના નિશાન (ફિંગરપ્રિન્ટ), હથેળીના નિશાન, પગના નિશાન, ફોટોગ્રાફ, રેટિના સ્કેન, ફિઝિકલ અને બાયોલોજિકલ સેમ્પલ, હસ્તાક્ષર, લખાણ વગેરેનો સમાવેશ થાય છે.