ભારતે MRSAM મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું.

  • આ પરીક્ષણ DRDO દ્વારા ઓડિશાના બાલાસોરના સાગરકાંઠે કરાયું છે જેમાં જમીનથી હવામાં વાર કરી શકે તેવી મિસાઇલે ખૂબ દૂરના નિશ્ચિત લક્ષ્ય પર સફળતાપૂર્વક વાર કર્યો હતો. 
  • Medium Range Surface to Air Missile (MRSAM) નામની આ મિસાઇલનું વજન 275 કિ.ગ્રા., લંબાઇ 4.5 મીટર અને વ્યાસ 0.45 મીટર છે. 
  • આ મિસાઇલ પર 60 કિ.ગ્રા. જેટલું વૉરહેડ / હથિયાર લોડ કરી શકાય છે. 
  • તાજેતરમાં જ ભારત દ્વારા બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું પણ સફળ પરીક્ષણ કરાયું હતું. 
  • હાલમાં જ પ્રસિદ્ધ SIPRI રિપોર્ટમાં જણાવાયું છે કે વર્ષ 2017 થી 2021 દરમિયાન ભારતની શસ્ત્રોની આયાત 21% જેટલી ઘટી છે. 
  • વર્ષ 2020-21માં ભારતે સૌથી વધુ શસ્ત્રો રશિયા પાસેથી ખરીદ્યા હતા જેમાં પણ 47%નો ઘટાડો નોંધાયો છે.
mrsam

Post a Comment

Previous Post Next Post