- United Nations (UN) દ્વારા પ્રસિદ્ધ આ Annual Report on Environmental Programme 2022 માં ભારતના મુરદાબાદને વિશ્વનું બીજું સૌથી ઘોંઘાટિયું શહેર દર્શાવાયું છે.
- આ રિપોર્ટમાં 114 ડેસિબલ (db) એટલે કે કાનના પડદા ફાટી જવાની આશંકા હોય એટલો ઘોંઘાટ કરતા શહેરોને પ્રદૂષણની શ્રેણીમાં મુકાયા છે.
- આ રિપોર્ટમાં વિશ્વના કુલ 61 શહેરોને આ યાદીમાં મુકાયા છે જેમાંથી ભારતના 4 શહેરો છે.
- આ ચાર શહેરોમાં કોલકત્તા (89 db), આસનસોલ (89 db), જયપુર (84 db) અને દિલ્હી (83 db) ને સામેલ કરાયા છે.
- 55 dbથી વધુ ઘોંઘાટ આરોગ્ય માટે હાનિકારક ગણવામાં આવે છે જેમાં વાહનવ્યવહાર અને વ્યાવસાયિક ક્ષેત્રોમાં આ મર્યાદા 70db નક્કી કરવામાં આવી છે.
- આ રિપોર્ટમાં સૌથી શાંત શહેર તરીકે ઇરબ્રિડ (60db), લ્યોન (69db), મેડ્રિડ (69db) અને સ્ટોકહૉમ (70db)નો સમાવેશ થાય છે.