કર્ણાટક હાઇકોર્ટ દ્વારા હિજાબ પરનો પ્રતિબંધ યથાવત્‌ રખાયો.

  • કર્ણાટક હાઇકોર્ટ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરવા પર પ્રતિબંધ ધરાવતો પોતાનો અગાઉનો ચૂકાદો યથાવત રખાયો છે.
  • આ પ્રતિબંધને પડકારતી આઠ અરજીઓને કર્ણાટક હાઇકોર્ટ દ્વારા ફગાવવામાં આવી છે. 
  • કોર્ટના આ નિર્ણય બાદ વિદ્યાર્થીનીઓએ શાળાનો નક્કી કરેલો યુનિફોર્મ જ પહેરવો પડશે. 
  • આ કેસમાં કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટિસ રિતુરાજ અવસ્થિ, જસ્ટિસ કૃષ્ણ એસ. દીક્ષિત અને જસ્ટિસ ખાજિ જયબુન્નેસા મોહિયુદ્દીનની બેન્ચે સુનવણી કરી હતી. 
  • ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી, 2022થી હિજાબ બાબતનો વિવાદ કર્ણાટકમાં શરુ થયો છે જેમાં ઉડુપીમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓને હિજાબને કારણે વર્ગમાં બેસતા રોકવામાં આવી હતી જેને તેઓએ બંધારણના અનુચ્છેદ 14 અને 25 હેઠળ મૂળભૂત અધિકારના ભંગ સમાન ગણાવ્યું હતું. 
  • કર્ણાટક હાઇકોર્ટ દ્વારા અગાઉ ફેબ્રુઆરી, 2022માં આ બાબતે પોતાના નવા આદેશ સુધી શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક કપડા ન પહેરવા પર રોક લગાવાઇ હતી.
hijab case

Post a Comment

Previous Post Next Post