- દેવભૂમિ ઉત્તરાખંડના ચમોલી જનપદમાં વૈશાખ મહિના દરમિયાન આ રમ્માણનું સમાપન થયું છે જે 500 વર્ષ જૂની છે.
- આ રમ્માણ એક પખવાડિયા સુધી ચાલે છે જેમાં માસ્ક પદ્ધતિથી લોકો રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજી જેવા પાત્રો નૃત્યશૈલીમાં ભજવે છે.
- આ રમ્માણમાં 18 તાલ, 12 ઢોલ, 12 દમાઉં અને 8 ભકોરાનો ઉપયોગ થાય છે.
- ઉલ્લેખનીય છે કે વર્ષ 2009માં યુનેસ્કો દ્વારા રમ્માણનો વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કરાયો હતો.